વાંકાનેરના જીનપરા વિસ્તારમા આવેલ સાત નાલા નજીક જુગરનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. જ્યાં જુગાર રમતા છ શકુનીઓને પોલીસે ઝડપી લીધા હતા.
જીનપરા વિસ્તારમા આવેલ સાત નાલા નજીક નીચે અવાડા પાસે વાંકાનેર સીટી પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, વિશાલભાઇ વિનોદભાઇ અઘારા, નિતિનભાઇ ધનજીભાઇ રૂદાતલા,
શાહરૂખભાઇ ઇકબાલભાઇ બોઘડીયા, રફીકભાઇ જુમાભાઇ કુરેશી, જનકભાઇ પરષોતમભાઇ બાવળીયાને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ પત્તાપ્રેમીઓના કબ્જામાંથી રૂપિયા કુલ રોકડા રૂ.૧૦,૧૮૦નો મુદામાલ કરી જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.