હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂ.૧૭ હજાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મકી કે જુના દેવળીયા ગામે અમુક શખ્સો જાહેરમાં ગેરકાયદેસર જુગાર રામે છે. જે મુજબની બાતમી મળતાની સાથે હળવદ પોલીસે જુના દેવળીયા ઘાંચીવાળી શેરીમાં દરોડો પાડતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા સંજયભાઈ સનાભાઈ ચરમારી ઉવ.૨૭ રહે.જુના દેવળીયા, દિનેશભાઈ રાઘવજીભાઈ ભીમાણી ઉવ.૩૬ રહે.જુના દેવળીયા, જયેશભાઈ લાભશંકરભાઈ જોષી ઉવ.૬૨ રહે.જુના દેવળીયા, છનાભાઈ બાબુભાઈ કીડીયા ઉવ.૩૨ રહે.નવા દેવળીયા, યોગેશભાઈ છનાભાઈ શીશા ઉવ.૨૩ રહે.જુના દેવળીયા, જગદીશભાઈ પોપટભાઈ શીશા ઉવ.૪૦ રહે.જુના દેવળીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ.૧૭,૧૦૦/- કબ્જે લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ સફળ કામગીરીમાં હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા કમલેશભાઈ રાજુભાઈ પરમાર રોકાયેલ હતા.