રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર પ્રભુનગર પાસેથી છ જુગારીઓને જુગાર રમતા પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વાવડી રોડ ગાયત્રીનગર પ્રભુનગરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા જાહેરમા તીન-પતીનો રમતા મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૭માં રહેતા હેમતભાઇ કાંતીભાઇ બદ્રકીયા, મોરબી રવાપર રોડ ગોલ્ડન માર્કેટ પાછળ વાત્સલ્ય એપાર્ટમેન્ટમાં રહેતા દયાબેન હરજીવનભાઇ દેત્રોજા, મોરબી વાવડી રોડ નંદનવન સોસાયટીમાં રહેતા ભાવનાબેન જીતેન્દ્રભાઇ બુધ્ધદેવ,ખાખરાળા ખાતે રહેતા દિવ્યાબેન પ્રાગજીભાઇ પંચાસરા, મોરબી વાવડીરોડ પ્રુનગર બાપાસીતારામ મઢુલી પાછળ રહેતા સોનીબેન અરવીંદભાઇ પરમાર તથા વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૩ માં રહેતા ક્રિષ્નાબેન પપ્પુભાઇ પરમારને કુલ રોકડા રૂ.૧૪૯૧૦ /-ના મુદામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યા છે.