બાઇકમાં લેઝર લાઈટથી અંજાઈ ગયેલ દંપતીએ લેઝર લાઈટ કાઢવાનું કહેતા બબાલ
મોરબી તાલુકાના જુના ધરમપુર ગામે બાઇક લઈને આવતા દંપતીની સામે તેમના ગામવાળો યુવક અન્ય બાઇક લઈને આવતો હોય ત્યારે બાઇકમાં એક્સ્ટ્રા લેઝર લાઈટ ચાલુ કરતા અંજાઈ ગયેલ દંપતીએ ગામના યુવકને લેઝર લાઈટ કાઢવાનું કહેતા હોય ત્યારે તેની સાથેના યુવકે દંપતી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હોય જે બાદ ફોનમાં સમાધાન માટે આવીએ છીએ તેમ કહી સ્વીફ્ટ કાર અને મોટર સાયકલમાં આવેલ કુલ છ શખ્સો દ્વારા દંપતી સહિત તેના બંને પુત્રોને લાકડી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનાર પરિવારની મહિલા દ્વારા છ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના ધરમપુર ગામે રહેતા હંસાબેન નરભેરામભાઈ ભગવાનજીભાઈ જંજવાડીયા ઉવ.૪૫ એ આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા, રણજિત ઉર્ફે ચકન રામભાઈ પરમાર બંને રહે. લાભનગર તથા આરોપી ચાર અજાણ્યા શખ્સો સહિત છ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ફરિયાદીના પતિએ જયદીપ મુકેશભાઈ ઉપસરીયાએ મોટર સાઈકલમાં લેઝર લાઈટ રાખેલ હોય જે કાઢી નાખવા બાબતે ફરિયાદીના પતિ કહેતા હોય ત્યારે આરોપી રણજિત ઉર્ફે ચકન સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી કેશુભાઈ તથા રણજિત ઉર્ફે ચકન તથા બે અજાણ્યા માણસો સ્વીફટ કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવેલ અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી તેમના બંને દિકરા નૈમીશ તથા હીતેશને લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જે બાદ પાછળથી બે અજાણ્યા માણસો મોટરસાયકલ લઈને આવી ફરિયાદી હંસાબેનને ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, હાલ.તાલુકા પોલીસે ચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.