Sunday, March 23, 2025
HomeGujaratમોરબીના બેલા ગામે મહિલા સ્પા સંચાલક ઉપર છ શખ્સોએ હુમલો કર્યો.

મોરબીના બેલા ગામે મહિલા સ્પા સંચાલક ઉપર છ શખ્સોએ હુમલો કર્યો.

મસાજ પાર્લર ઓફિસનો દરવાજો જોરથી અથડાવતા તેમ નહિ કરવાનું કહેતા છ ઈસમોએ વીરતા બતાવી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બેલા ગામ નજીક નેક્ષા સ્પા સંચાલક મહિલાએ ઓફિસનો દરવાજો જોરથી ન અથડાવવાનું કહેતા ઉશ્કેરાયેલા છ ઈસમોએ મહિલાને લાફા મારી, બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી તેમજ લાકડી વડે માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાના બનાવ બાબતે ભોગ બનનાર સ્પા સંચાલક મહિલા દ્વારા અત્રેના તાલુકા પોલીસ મથકમાં બે નામજોગ તેમજ ચાર અજાણ્યા એમ કુલ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સુગંધાનગરના વતની હાલ મોરબીના બેલા ગામ નજીક મોરબી-જેતપર રોડ ઉપર આવેલ નેક્ષા મસાજ પાર્લરમાં રહેતા આઇસાબેન અનીસભાઇ ખાન ઉવ.૩૫ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી મેહુલભાઇ ઠાકરશીભાઇ માકાસણા, મેહુલભાઇ જયેશભાઇ આચાર્ય રહે. બંન્ને બેલા ગામ તથા
અજાણ્યા આરોપી ૪ ઇસમો એમ કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૦/૦૩ના રોજ આરોપી મેહુલભાઇ માકાસણાએ ફરીયાદીની નેક્ષા મસાજ પાર્લરની ઓફીસમાં એકદમ આવી દરવાજો ભટકાડતા જે બાબતે ફરીયાદી આઈસાબેને એમ નહિ કરવાનું કહેતા આરોપી મેહુલ માકાસણાને સારું નહીં લાગતા જે બાબતનો ખાર રાખી આઈસાબેનને લાફા મારી દીધા હતા, જ્યારે આરોપી મેહુલભાઇ આચાર્ય તથા ચાર અજાણ્યા માણસોએ આઈસાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી, જે બાદ આરોપી મેહુલ માકાસણાએ લાકડી વડે આઈસાબેનને મારવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ એકબીજાની ગુનો કરવામાં મદદગારી કરી હોવાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!