મોરબીમાં હળવદ જીઆઇડીસી માં થયેલ દુર્ઘટનામાં કારખાના ના ભાગીદારો સહિત આઠ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં છ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.રેન્જ આઈજી સંદીપ સિંઘ ના માર્ગદર્શન હેઠળ મોરબી એસપી દ્વારા એસઆઇટી ની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબીના હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા કોળી અને ભરવાડ સમાજના ત્રણ પરિવારના લોકો મોતને ભેટ્યા હતા જે દુર્ઘટનાનો પડઘા દિલ્લી સુધી સંભળાયા હતા બાદમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ,બ્રિજેશભાઈ મેરજા સહિતના નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવીને સ્થળ તપાસ કરી હતી અને આ દુર્ઘટનામાં કોણ જવાબદાર છે?બાળકો પાસે કારખાનામાં કામ કેમ કરાવતા હતા? સહિતના સવાલોના ઉકેલ ત્રણ દિવસમાં મેળવી રાજ્યસરકાર ને રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જેથી રેન્જ આઈજી સંદીપસિંઘ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ કરી હતી જેમાં રેન્જ આઈજી સંદીપ સિંઘ દ્વારા આપવામાં આવેલ સૂચના ને આધારે હળવદ પોલીસ દ્વારા આ દુર્ઘટનામાં તપાસ દરમિયાન કારખાના ના માલિકો તરફથી અનેક ક્ષતિઓ જણાઈ આવી હતી જેમાં દીવાલ નજીક ક્ષમતા કરતા વધુ માલ મુકવો, બાળકોને કામ પર રાખવા સાહિતની બેદરકારી સામે આવી હતી જેથી હળવદ પોલીસ દ્વારા આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી છ આરોપી અફઝલ અલારખા ઘોણીયા,દેવો ઉર્ફે વારીસ અલારખા ઘોણીયા, ,આત્મારામ કિશનરામ ચૌધરી,સંજયભાઈ ચુનીલાલ આશરા,મનોજ રેવાભાઈ છનુરા અને આશિક નુરમહમદ સોઢા મિયાણા ને ઝડપી લેવામાં આવ્યા છે અને હજુ બે આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.