મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નાની વાવડી ગામે બાલા હનુમાન સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરતા, જ્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા પ્રવિણભાઈ પ્રેમજીભાઈ વશીયાણી
ઉવ.૫૮ રહે.જય શક્તિ સોસાયટી નાની વાવડી, કાનજીભાઈ રૂગ્નાથભાઈ મોરડીયા ઉવ.૪૫ રહે.શ્રી બાલા હનુમાન સોસાયટી નાની વાવડી, મીનાબેન કાનજીભાઈ ભીમાભાઈ ખટાણા ઉવ.૩૭ રહે. શ્રી હરી સોસાયટી નાની વાવડી, સમાબેન સફીભાઈ તારમામદભાઈ મોટલાણી ઉવ.૪૨ રહે. કે.જી.એન પાર્ક શેરી-૪ વાવડી રોડ મોરબી, પુજાબેન લાભુભાઇ નટુજી ઠાકોર ઉવ.૨૬ રહે.ભગવતી સોસાયટી નાની વાવડી તથા કલ્પનાબેન અંબારામભાઈ ઠાકરશીભાઈ ગોપાણી ઉવ.૫૦ રહે.શ્રી હરી સોસાયટી નાની વાવડી વાળાને રોકડા રૂ.૨૭,૫૦૦/-સાથે રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા, ત્યારે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.