માતમ ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો પાસેથી રૂ.૧૭,૯૦૦/- રોકડા કબજે કરાયા.
મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન માતમ ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રફીકભાઈ હુશેનભાઈ રાઠોડ ઉવ.૪૧ રહે. સિપાઈવાસ મસ્જિદવાળી શેરી મોરબી, અબ્દુલભાઈ કાદરભાઈ સમા ઉવ.૫૦ રહે.સિપાઈવાસ જમાદાર શેરી મોરબી, આરીફખા કામસખા ખોરમ ઉવ.૪૨ રહે. જનકનગર પંચાસર રોડ મોરબી મૂળ રહે. જૂના દેરાળા તા.માળીયા(મી), અનવરભાઈ અહેમદભાઈ પઠાણ ઉવ.૭૦ રહે. સિપાઈવાસ માતમ ચોક મોરબી, આમદભાઈ ભુરાભાઈ દલવાણી ઉવ.૭૦ રહે. લાતીપ્લોટ શેરી નં.૮ મેઈન રોડ મોરબી અને દિલાવરભાઈ હશનભાઈ ખોખર ઉવ.૬૪ રહે. સિપાઈ શેરી મસ્જિદ પાસે મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે તમામ પાસેથી રૂ.૧૭,૯૦૦/- રોકડા કરી તમામ છ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






