Sunday, August 10, 2025
HomeGujaratટંકારાના લજાઇ નજીક ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

ટંકારાના લજાઇ નજીક ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ટંકારા તાલુકાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં ગુપ્ત બાતમીના આધારે રેઇડ કરી જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લેવાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૭૫,૨૦૦/- સહિતનો મુદામાલ કબ્જે લઈ, તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે માહિતી મળી હતી કે, લજાઇ ગામ પાછળ આવેલા જીઆઇડીસી વિસ્તારમાં હરેશભાઇ છગનભાઇ પટેલ દ્વારા તેના કબ્જાના ગોડાઉનમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જેથી મળેલ બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ ઉપર રેઇડ કરી હતી. ત્યારે ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા હરેશભાઇ છગનભાઇ દલવાડિયા રહે. હોમ એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, હરેશભાઇ મગનભાઈ ઉભડીયા રહે. શિવાલય એપાર્ટમેન્ટ જીલ્લા સેવા સદન પાછળ મોરબી-૨, સિદ્ધરાજસિંહ દિલુભા જાડેજા રહે.ઋષભનગર શેરી નં-૩ મોરબી-૨, દિનેશભાઈ કાળુભાઈ ધરોડીયા રહે. ભુવનેશ્વરી પાર્ક મોરબી-૨, હરજીવનભાઈ પીતાંબરભાઈ બરાસરા રહે. ઋષભનગર શેરી નં-૩ મોરબી-૨ તથા નિલેશભાઈ લક્ષ્મણભાઈ વારેવાડીયા રહે. મહાવીર એપાર્ટમેન્ટ રવાપર મોરબી વાળા એમ ૬ ઇસમોને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ.૭૫,૨૦૦/- કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!