મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી તાલુકા પોલીસે મકનસર, સ્મશાનની પાછળથી ૬ શકુનિઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મકનસર, સ્મશાનની પાછળ અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા ધીરજભાઇ ડાયાભાઇ પરમાર (રહે. મકનસર, તા.જી.મોરબી), રાજેશભાઇ જમનભાઇ પરમાર (રહે. મકનસર, તા.જી.મોરબી), જેરામભાઇ રાણાભાઇ સોલંકી (રહે. મકનસર, તા.જી.મોરબી), દિનેશભાઇ રવજીભાઇ પરમાર (રહે. મકનસર, તા.જી.મોરબી), હમીરભાઇ કુબેરભાઇ પરમાર (રહે. મકનસર, તા.જી.મોરબી) તથા પ્રદિપ જહરનાથ પાન (રહે. હાલ-મકનસર, પુપા સેનેટરી, તા.જી.મોરબી, મુળ રહે.લાદોસાઇ, તા.મંજારી, જી.ટાટાનગર, ઝારખંડ) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.