મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ પ્રોહિબિશન જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય તે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસની ટીમે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા યોજાયેલ ડ્રાઈવને અનુસંધાને પી.આઇ. કે.એમ છાસીયાએ સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા કમલેશભાઇ રાજુભાઇ પરમારને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી આધારે, જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ મગનભાઇ વિડજા (રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી), રાજેશભાઈ કેશવજીભાઈ કાલરીયા (રહે.ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી), નંદલાલભાઇ શામજીભાઇ રૂપાલા (રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી), લાલજીભાઇ પ્રેમજીભાઈ માકાસણા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી), હરજીવનભાઇ ઉર્ફે હકાકાકા નાનજીભાઈ કૈલા (રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી) તથા ડાયાભાઈ અમરશીભાઇ કાલરીયા (રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી) નામના ઇસમો પર રેઇડ કરતા છ ઇસમોને કુલ રૂ.૨૪,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાઇવ દરમ્યાન પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.