મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસને બાતમી મળી કે રફાળેશ્વર ગામે સોનલનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ નારાયણભાઈ ગઢવી પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમી રમાડતો હોય જેથી એલસીબી પોલીસ ટીમે રહેણાંક મકાને દરોડો પાડતા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ભારૂભા લાલુભા ગઢવી રહે.રફાળેશ્વર, કનુભાઇ ભિખુભાઇ ગઢવી રહે.રફાળેશ્વર, લખમણભાઇ મનુભાઇ ગઢવી રહે.લીલાપર રોડ મોરબી, સંજયભાઇ પ્રવીણભાઇ ગઢવી રહે.રફાળેશ્વર, રમેશભાઇ માધાભાઇ ભરવાડ રહે.રફાળેશ્વર તથા જીતુભાઇ રામજીભાઇ ગોહેલ રહે.રફાળેશ્વર આંબેડકરનગરને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬૨,૨૦૦/-કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન મકાન માલીક આરોપી ભરતભાઇ નારાયણભાઇ ગઢવી રહે.રફાળેશ્વર સ્થળ ઉપર હાજર નહી મળી આવતા તેને ફરાર દર્શાવી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડી લેવા શોધખોળ શરૂ કરી હતી.