વાંકાનેર સીટી પોલીસની ટીમે ગઈકાલે વાંકનેર શહેરના ટાઉન હોલ પાસે આવેલ પટ્ટમાં રેઇડ કરી હતી અને પટ્ટમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસની ટીમ કામગીરી માટે પ્રત્યનશીલ હોય તે દરમ્યાન તેઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ટાઉન હોલ પાસે પટ્ટમા જાહેરમા અમુક ઈસમો ગે.કા રીતે ગંજીપત્તાનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નં-૦૪ તા.વાંકાનેર જી.મોરબી), ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (રહે વાંકાનેર ભરવાડપરા શેરી નં-૦૪ તા.વાંકાનેર જી.મોરબી), રવિભાઇ કાળુભાઇ વસાણીયા (રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૦૩ તા.વાંકાનેર જી.મોરબી), સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા (રહે. વાંકાનેર વડીયા વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી), મેહુલભાઈ વિનયચંદ મારૂ (રહે વાંકાનેર જવાસારોડ જાપાશેરી તા.વાંકાનેર જી.મોરબી) તથા સંજયભાઈ બાબુભાઈ દેગામા (રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૦૬ તા.વાંકાનેર જી.મોરબી) નામના કુલ કુલ ૬(છ) ઈસમોને જુગાર રમતા પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૦,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.