મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને ડહોળવાનો પ્રયત્ન કરતા ઈસમો પર પોલીસ ધોસ બોલાવી રહી છે ત્યારે ગઈકાલે એક જ દિવસમાં મોરબી અને વાંકાનેર તાલુકામાંથી અલગ અલગ જગ્યાએથી ધોકા અને ધારિયા જેવા હથિયારો સાથે છ ઈસમો ઝડપાયા હતા.
જેમાં વાંકાનેર તાલુકા પોલીસની ટીમે રાજસ્થળી ગામના ચોક પાસેથી વીરમભાઇ ગોવીંદભાઇ ભીસડીયા (રહે.રાજસ્થળી તા.વાંકાનેર) નામના શખ્સને લોખંડનાં ધારીયા ધારિયા સાથે પકડી પાડ્યો હતો. જયારે બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દલડી ગામ,રાજમોતી પેટ્રોલપંપ સામેથી રાણાભાઇ રવજીભાઇ રોજાસરા (રહે.રાજસ્થળી તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને લાકડાનો ધોકો આશરે અઢી ફુટની લંબાઇનો પોતાના કબજામાં રાખી જાહેરમાં નિકળતા પકડી પાડ્યો છે. તેમજ ત્રીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે કાછીયાગાળા ગામના બસસ્ટેન્ડ પાસેથી રમેશભાઇ અમરશીભાઇ ભીસડીયા (રહે.રાજસ્થળી તા.વાંકાનેર) જાહેરમાં ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં લોખંડનુ ધારીયુ રાખી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે વાંકાનેરનાં રાજસ્થળી ખાતે રહેતા છનાભાઇ રવજીભાઇ રોજાસરા નામના યુવકને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ગાંગીયાવદર ગામના ઝાપા પાસેથી જાહેરમાં ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વાસના ધોકા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે પાંચમા બનાવમાં, પ્રકાશ દીલીપભાઇ કગથરા (રહેવાસી-તળાવીયા શનાળા ગામ તાલુકો જીલ્લો મોરબી) નામના શખ્સે પોતાના કબ્જામાં છરીની કોઇ ગુન્હાહિત કૃત્ય કરવાના ઇરાદેરાખી મળી આવતા મોરબી તાલુકા પોલીસની ટીમે શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ છઠ્ઠા બનાવમાં, અલ્તાફભાઇ ઇકબાલભાઇ મોવર (રહે-મદીના સોસાયટી વીસીપરા મોરબી -૦૨) નામનો શખ્સ પોતાના પેન્ટના નેફામાં ધારદાર છરી રાખી નીકળેલ હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.