ગુજરાત સહીત સમગ્ર દેશમાં હાલ દીવાળીના તહેવારો ચાલી રહી છે. તેમજ આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી હોવાથી મોરબી જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી/ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા પોલીસ તંત્રને સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે છ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે વાંકાનેર જીનપરા જકાતનાકા હાઈવે રોડ ઉપર GJ-36-AE-6499 નંબરની એક્ટીવામાં રહેલ ઓલસીજન નામની ઈંગ્લીશ દારૂની 4 બોટલ સાથે હિમાંશુ મંડાની નામના આરોપીને કુલ રૂ.૨૨,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. જયારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે મોરબી શનાળા રોડ જી.આઈ.ડી.સી ના નાકા પાસેથી ચિરાગભાઇ ભાયલાલભાઈ મોડકા નામના ૨૬ વર્ષીય શખ્સને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી રોકબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બિયરનાં ૪ નંગ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ રૂ.૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ પર ચેકીંગ દરમિયાન નિકુલભાઈ કેશુભાઈ નકુમ નામના શખ્સને વિદેશી દારૂની ઓલ સેસન ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની રૂ.૫૦૦/-ની કિંમતની એક બોટલ સાથે અટકાયત કરી છે.
જયારે બીજી બાજુ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ત્રણ અલગ-અલગ સ્થળોએ ચેકીંગ દરમિયાન ત્રણ શખ્સોને દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જેમાં મોરબી કેનાલ રોડ, ઉમા રેસીડન્સી સામે પોલીસે તપાસ દરમિયાન કેવલ જયેશભાઇ પિલોજરા નામના શખ્સને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૧ કલેકશન વ્હીસ્કીની બોટલ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. જયારે બીજી બાજુ ગ્રીન ચોક કુબેર નાથ રોડ પર પોલીસે ચેકીંગ દરમિયાન ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ જોતા ઓલ સેશન્સ ગોલ્ડન કલેક્શનની બે બોટલ સાથે હિતેન ઉર્ફે વિકી દિનેશભાઇ ઠોરીયા નામના શખ્સને પકડી પાડી જેલ હવાલે કર્યો છે. જયારે બીજી બાજુ પોલીસે મોરબી વાવડી ચોકડી પાસે રોડ ઉપર અવેશભાઇ સલીમભાઇ મોવર નામના શખ્સને રોકી તેની તપાસ કરતા પોતાના પેન્ટના નેફામા ભરાવેલ પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની ઓફીસર ચોઇસ પ્રાઇમ વ્હીસ્કીની બોટલ મળી આવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે. તેમજ ઉપરોક્ત તમામ વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫-એએ, ૧૧૬-બીમુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.