હળવદ જીઆઈડીસી પાછળ આવેલ સરકારી ખરાબામાં જાહેરમાં ઘોડીપાસાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ૬ જુગારીને હળવદ પોલીસ ટીમે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી.વ્યાસની સુચનાથી હળવદ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુક્તમાં મળેલ બાતમી હકીકત આધારે હળવદ જી.આઈ.ડી.સી. પાછળ આવેલ સરકારી ખરાબામાં ધોડીપાસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા ઈસમો પર રેઇડ કરી જુગાર રમતા રમેશભાઈ ગુગાભાઈ સાવડીયા ઉવ. ૪૦ રહે.ભવાનીનગર ઢોરો હળવદ, સંજયભાઈ રૂપાભાઈ સીતાપરા ઉવ.૩૬ રહે.પંચમુખી ઢોરો હળવદ, જયેશભાઈ મનુભાઈ દેવકા ઉવ.૩૮ રહે.પંચમુખી ઢોરો હળવદ, કરમણભાઈ છેલાભાઈ ગમારા ઉવ.૪૨ રહે.ભવાનીનગર ઢોરો હળવદ, દિનેશભાઈ ધારાભાઈ ટોટા ઉવ.૩૩ રહે.પંચમુખી ઢોરો હળવદ, લધધીરસિંહ હનુભા ઝાલા ઉવ.૪૨ રહે.ભવાનીનગર ઢોરો હળવદને રોકડ રકમ રૂ.૧,૧૦,૫૪૦/- તથા ઘોડીપાસા નંગ-૦૨ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો ફખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.