સ્ટેટ મોનીટરીંગ સેલમાં અલગ અલગ જિલ્લાઓના પીએસઆઈ કે જેઓ એટેચમાં સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા હતા તેમને તેમની મૂળ જગ્યાએ પરત મૂકી રાજકોટ, ભાવનગર સહિત અન્ય ૬ શહેર જિલ્લાના પીએસઆઈને સ્ટેટ મોનીટરીગ સેલમાં બદલી કરવામાં આવી છે અને સાથે સાથે ત્રણ પીઆઇ ને પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં મુકવામાં આવ્યા છે.
જેમાં આર.કે.સોલંકી પીએસઆઇ. ભાવનગર, એમ.બી.રાણા પીએસઆઈ .ખેડા, ડી.જે.બારોટ પીએસઆઈ., સુરત શહેર, આર.એ.જાડેજા પીએસઆઈ., જુનાગઢ, કે.બી.તરાર પીએસઆઇ. પુર્વ કચ્છ-ગાંધીધામ, એન.એચ.કુંભાર પીએસઆઇ વલસાડ ને મૂળ જગ્યાએ પરત મૂકીને તેમની જગ્યાએ સી.એ.તાવીયાડ પીએસઆઇ., રાજકોટ શહેર, એમ.એચ.શિણોલ પીએસઆઇ નવસારી, જે.ડી.બારોટ પીએસઆઇ. ભાવનગર, જે.એમ.પઠાણ પીએસઆઈ અમદાવાદ શહેર, એમ.વી.ચાવડા(રોહીત) પીએસઆઇ. આણંદ, એચ.વી.તડવી મહિલા પીએસઆઇ . વડોદરા શહેર ને મુકવામાં આવ્યા છે.
તેમજ ગાંધીનગર માં ફરજ બજાવતા પીઆઈ કે.બી.સાંખલા,જામનગર પીઆઈ સી.એચ.પનારા અને કચ્છ પૂર્વ ગાંધીધામ પીઆઈ એસ.એન.ગડુ ને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એટેચ કરવામાં આવ્યા છે.
આ બદલીઓ રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હોય અને લાંબા સમય સુધી એકને એક જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ની બદલી કરવાની પોલિસીને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.