રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન/જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના બેલા(રં) ગામે રહેણાક મકાને જુગાર રમતા છ ઇસમોને પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના બેલા(રં) ગામે રમેશભાઈ પરષોત્તમભાઇ અઘારાના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમાઈ રહ્યો છે. જે હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા રોકડ રૂપિયા ૫,૪૩,૯૦૦/-, રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતના ૦૬ એન્ડ્રોઇ મોબાઇલ ફોન, GJ-03-FQ-8984 નંબરની રૂ.૧૫,૦૦૦/-ની કિંમતની એકટીવા મોટર સાયકલ, GJ-36-N-3400 નંબરની રૂ.૨૫૦૦૦/-ની કિંમતની સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા રૂ.૪,૦૦,૦૦૦/-ની GJ-36-R-7852 નંબરની કિંમતની મહેન્દ્ર કંપનીની XUV 300 મળી કુલ રૂ.૧૦,૮૩,૯૦૦/-ના મુદ્દામાલ સાથે રમેશભાઈ પરષોત્તમભાઇ અઘારા (રહે-બેલા (રંગપર) તા.જી.મોરબી), વિનોદભાઈ મગનભાઈ સંઘાણી (રહે. વૃંદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ ફેલ્ટ નંબર ૦૨ મોરબી-૦૧), વસંતભાઇ ગાંડુભાઈ ચાપાણી (રહે-બેલા(રં) તા.જી.મોરબી), ભરતભાઇ શિવલાલભાઇ સંઘાણી (રહે. બેલા(૨) તા.જી.મોરબી), અંકિતભાઇ રણછોડભાઇ કણસાગરા (રહે-ઉમા ટાઉનશીપ અવધ એપાર્ટમેન્ટ રૂમ નંબર ૧૦૧ મોરબી-૦૨) તથા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ રૂગનાથભાઇ માકાસણા (રહે-બેલા, રતનગર (રે) તા.જી.મોરબી) નામના શખ્સો મળી આવ્યા હતા, જેથી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સેકટર એસ.એન.સગારકા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઈ મુંધવા તથા કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરવિંદભાઇ મકવાણા તથા ફુલદિપભાઇ કાનગડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા વિજયભાઇ ડાંગર તથા અજયભાઇ લાવડીયા તથા અર્જુનસિંહ પરમાર તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા કરવામાં આવી છે.