મોરબી મનપા ની દબાણ હટાવ શાખાએ લારી ગલ્લા વાળાને હટાવતા કોંગ્રેસે નાના ધંધાર્થીઓ સાથે ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરી લારી ગલ્લા પાછા આપવા તેમજ નાના ધંધાર્થીઓ ને ધંધા રોજગાર બંધ થતાં લોન ભરવામાં તેમજ ઘર ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. તેથી હોકર્સ ઝોન ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં મહાનગર પાલિકા દ્વારા પશ્વિમ ઝોન વિસ્તારમાં શનાળા રોડ પર આવેલ નાની મોટી લારી ગલ્લા વાળાને કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેને લઇને કોંગ્રેસના આગેવાનો દ્વારા મ્યુન્સિપલ કમિશ્નર કચેરી ખાતે ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લારીઓ લઈ જવામાં આવી છે તે પાછી આપવામાં આવે તેમજ ભૂતકાળમાં રાજ્ય સરકારની સ્કીમ હેઠળ લોન આપવામાં આવી છે. જે ધંધો બંધ થતાં લોન ભરવી મુશ્કેલી થઈ રહી છે તેમજ લારી ગલ્લા ધારકોના વ્યવસાય ઠપ્પ થઈ જતાં ગુજરાન ચલાવવાના પણ મુશ્કેલી થઈ રહી છે. તેથી કોર્પોરેશન દ્વારા બિન ઉપયોગી જગ્યા પર હોકર્સ ઝોનની વ્યવસ્થા કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો સાથે નાનો વ્યવસાય કરતા લારી ગલ્લા ધરાવતા વેપારીઓ પણ સાથે જોડાયા હતાં ત્યારે ડેપ્યુટી કમિશ્નર દ્વારા લેખિત રજુઆત મળ્યે બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.