Sunday, May 19, 2024
HomeGujaratSMCની કાર્યવાહી:વિદેશી દારૂના ૯૦ ગુન્હામાં સંડોવાયેલ મોસ્ટ વોન્ટેડ બુટલેગરની બિહારથી ધરપકડ:એક આરોપીની...

SMCની કાર્યવાહી:વિદેશી દારૂના ૯૦ ગુન્હામાં સંડોવાયેલ મોસ્ટ વોન્ટેડ બુટલેગરની બિહારથી ધરપકડ:એક આરોપીની રાજસ્થાનથી ઝડપાયો

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આચારસંહિતાનું જાહેરનામું બહાર પડતાં, ગુજરાત રાજ્ય તથા આંતરરાજ્યોના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે ગુજરાતના DGP વિકાસ સહાય તથા સ્ટેટ મોનીટરીંગ સેલના અધિક પોલીસ મહાનિદેશક આર.બી.બ્રહ્મભટ્ટની સુચના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા નાસતા-ફરતા આરોપીઓ પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને ગુજરાતમાં દારૂ પહોંચાડતો અને 90 ગુન્હામાં સંડોવાયેલ મોસ્ટ વોન્ટેડ બુટલેગર બિહારથી પકડી પાડવામાં આવ્યો છે. તેમજ તેના સાથીને ઉદેપુરથી પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજસ્થાન રાજ્યમાંથી સરહદી રેન્જ, ગાંધીનગર રેન્જ તથા અમદાવાદ રેન્જ વિસ્તારના જિલ્લાઓમાં તેમજ અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય આરોપી લીસ્ટેડ બુટલેગર આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ, (રહે.આબુરોડ, જિ.શિરોહી, રાજસ્થાન)ની વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળના કુલ ૯૦ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે અને વર્ષ- ૨૦૨૩ થી પ્રોહીબીશન ધારા હેઠળના કુલ ૧૯ થી વધુ ગુનાઓમાં નાસતો-ફરતો હોય જેથી, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તેની ઉપર રૂપિયા ૧,૦૦,૦૦૦/- નું ઈનામ જાહેર કરેલ હતું. ત્યારે નાસતો-ફરતો આરોપી પ્રથમ નેપાળ અને ત્યારબાદ બિહાર રાજ્યમાં હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને માહિતી મળેલ હતી. જે માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તપાસ કરતાં આરોપી નેપાળની બોર્ડર પાસે બિહાર રાજ્યના મોતીહારી જિલ્લાના સેમરા ખાતેથી મળી આવતાં તેને હસ્તગત કરી, ત્યારબાદ આરોપી આશુ અગ્રવાલની પુછપરછમાં તેની દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મુનિમ તરીકે કામ કરતાં રાવલસિંહ ઉર્ફે રાવતસિંહ હરીસિંહ ભાટી, (રહે.દાંતલ ગામ, તા.ભણીયાણા, જિ.જેસલમેર, રાજસ્થાન) જે પ્રોહીબીશન ધારા હેઠળના કુલ ૦૫ ગુનાઓમાં નાસતો-ફરતો હોય અને તે હાલ ઉદેપુર, રાજસ્થાન ખાતે હોવાનું જણાવતાં, તેની ઉદેપુર ખાતે તપાસ કરતાં મળી આવતાં, તેને પણ હસ્તગત કરી, બન્ને આરોપીઓને મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુન્હો નં-૧૧૨૦૬૦૪૩૨૪૦૧૮૦/ ૨૦૨૪, પ્રોહી.એ.કલમ-૬૫(એ) (ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તથા ઈ.પી.કો.કલમ-૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબના કામે સી.આર.પી.સી.કલમ-૪૧(૧)(આઈ) મુજબ તા.૦૬/૦૫/૨૦૨૪ ના કલાક ૧૨/૧૫ વાગે અટક કરી, ગુનાની વધુ તપાસની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. તેમજ રોપીઓ પાસેથી ૦૧ ફોર્ચ્યુનર કાર, ૦૨ મોબાઈલ ફોન, ૦૨ ડોંગલ તથા રોકડા રૂપિયા ૧,૧૬૦/- તથા નેપાળના રૂપિયા ૧૦૦/- વિગેરે મળી કુલ રૂપિયા ૨૬,૦૨,૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!