ટંકારાના લજાઈ ગામે આવેલ ગોડાઉનમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં SMC ટીમે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બે આરોપીની ધરપકડ કરી અલગ અલગ મુદ્દામાલ સાથે રૂ. ૨૩,૧૭,૦૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ટંકારાના લજાઈ ગામે આવેલ ગોડાઉનમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં SMC ટીમે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મેહુલ નરેન્દ્રભાઇ ઠક્કર અને અરુણ કુંડારિયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૭,૧૯,૦૪૦ ની કિંમતનું ૨૧,૪૮૮ લીટર ડુપ્લીકેટ એન્જિન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું છે.
જેમાં આરોપીઓને ડુપ્લીકેટ ઓઇલ જેમાં hero,gulf, servo અને mak કંપનીના નામે પેકિંગ કરવામાં આવતું હતું. જેમાં ડુપ્લીકેટ એન્જિન ઓઇલ, બે મોબાઈલ, એક વાહન, રોકડ, પ્રિન્ટ મશીન, મોટર, બેલ્ટ મશીન, વજન કાંટા, સિલીંગ મશીન, ઓઇલ ફિલિંગ મશીન અને બોટલ સિલીંગ મશીન અને બેરલ કબ્જે કરી કુલ રૂપિયા ૨૩,૧૭,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જે બન્ને આરોપીઓને વર્ષ ૨૦૨૨માં પણ ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવવાના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યા છે. હાલ SMC ટીમે ટંકારા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.