મોરબીના ગુંગણ ગામે કોલસાના ગોડાઉનમાં SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. SMC ટીમે પેટ કોક કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કુલ ૩.૫૭ કરોડનો મુદ્દામાલ કબજે કરી ૧૨ આરોપીને પકડી પાડયા છે અને આઠને ફરાર જાહેર કરવામાં આવ્યા છે તેમજ આ મામલે SMC ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ગુંગણ ગામે કોલસાના ગોડાઉનમાં SMC એ દરોડો પાડ્યો છે. જેમાં SMC ટીમે પેટ કોક કોલસાની ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડી છે. SMC ટીમે ૧૫૮૪ ટન પેટકોક કોલસો, ૫૦૦ ટન વેસ્ટ કોલસો, ૨.૪૧ લાખ રોકડ, ૧૭ મોબાઈલ ફોન, બે ટ્રેલર, ૧ હિટાચી, ૨ લોડર અને ૪ ફોર વ્હીલર સહિત કુલ ૩.૫૭ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. SMC ટીમ દ્વારા ૧૨ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે ૮ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. SMC ની ટીમે મેનેજર ભાવેશ પ્રાણજીવન શેરસિયા(રહે.સાનિધ્ય પાર્ક મોરબી), ટ્રક ડ્રાઈવર જયદેવ કરશનભાઈ ડાંગર(રહે.ગુલાબનગર જામનગર), ટ્રક ડ્રાઈવર મયુરસિંહ સુખદેવસિંહ જાડેજા(ગાયત્રી નગર,ધ્રોલ,જામનગર), ગોડાઉન સુપર વાઇઝર સારંગ સુરેશભાઇ ગાંભવી(રહે.ઓમ પેલેસ મોરબી), કોલસો મિક્ષ કરવામાં મદદ કરનાર ભીખુ વનરાવનભાઈ ઠક્કર(રહે. અલિયાબાડા, જામનગર),જયદીપગીરી ભરતગિરિ ગોસ્વામી(રહે.રણજીત સાગર રોડ જામનગર),ગુડ્ડુ કુમાર ભુધનરાય યાદવ(રહે. પરસોનવા,બિહાર), રાહુલ બનારાસિરાય યાદવ(સરાય , છપરા,બીહાર), સંજુ કિશનભાઇ નિનામા(રહે. કલ્યાણ પર,જામ્બુવા,એમપી), વિપુલ પાનસુભાઈ પરમાર(રહે. આમલી ફળિયું,દાહોદ),ગોડાઉન ઓનર દીપક પ્રભાતભાઈ આહીર(રહે.ઉમિયા સર્કલ,મોરબી) અને કિશોર નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે.જયારે વોન્ટેડ આરોપી ભગીરથ ચંદુલાલ હુંબલ(રહે.મોરબી), ચિરાગ દુદાણી(રહે.મોરબી),કુલદીપસિંહ સુરુભા ઝાલા(રહે.રણછોડ રાય,જામનગર), દિલીપભાઈ(રહે.ગાંધીધામ), વિવાન પટેલ(રહે.મોરબી), નિકુંજ પટેલ(રહે.મોરબી), ગુપ્તાજી(રહે.ગાંધીધામ) અને રોકી(રહે.ગાંધીધામ) નામના આરોપીઓની શોધખોળ SMC દ્વારા હાથ ધરવામાં આવી છે.આ રેડની કામગીરી SMC પીઆઈ જી.આર.રબારી અને પીએસઆઈ એ.વી પટેલ સહિત ટીમ દ્વારા કરવામાં આવી હતી.