સુરતના કામરેજ પોલીસ વિસ્તાર ખડસદ ગામ રોડ, વેસ્ટર્ન વિલા ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ સરદાર ચોક પાસે ચાલતું ઇન્ડોનેશિયન આયાતી કોલસા ચોરી કૌભાંડ SMC ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે જેમાં અલગ અલગ આયાતી કોલસો તેમજ વાહનો સહિતનો કુલ ૪૫.૬૯ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે ચાર વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, SMC દ્વારા ઇન્ડોનેશિયન આયાતી કોલસા ચોરી બાબતે રેઇડ પાડવામાં આવી હતી. સુરતના ગ્રામ્ય વિસ્તાર કામરેજ પોલીસ વિસ્તાર ખડસદ ગામ રોડ, વેસ્ટર્ન વિલા ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ સરદાર ચોક પાસે રેઇડ પાડવામાં આવી હતી. જે રેઇડ દરમિયાન આયાતી કોલસો ૫૯ ટન
₹ ૫,૧૪,૧૭૬/-, મિક્સ કોલસો ૦૮ ટન કિંમત ₹ ૩૨,૦૦૦/-, વેસ્ટ કોલસો ૩૪ ટન મૂલ્ય ₹ ૭૦,૦૦૦/-, રોકડ જપ્ત ₹ ૧૩,૩૮૦/-, મોબાઈલ: ૫ ની કિંમત ₹ ૪૦,૦૦૦/-, ટ્રક: ૨ જેની નકિંમત ₹ ૩૦ લાખ હોન્ડા સિટી કાર જેની કિંમત રૂપિયા લાખ/-, લોડર મશીન એક જેની કિંમત રૂપિયા સાત લાખ ગણી કુલ રૂ. ૪૫,૬૯,૫૫૫ ના મુદ્દામાલ સાથે આરોપી બ્રિજેશ રમેશ માથુકિયા, વિનય કુમાર યગભાન પટેલ (ટ્રક ડ્રાઈવર) અને કિયામત અલી ઈશરાઈલ અંસારી (ટ્રક ડ્રાઈવર) નામનાં ત્રણ ઇસમોને પકડી BNS એક્ટ: 303(1), 316(3,4), 317(1,2,4), 318(3),61(2-A), 54 કલમ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ચાર આરોપી યોગેશ કાદુભાઈ કોટડીયા, મુન્નાભાઈ પટેલ, જયદીપ ઉર્ફે જીગાભાઈ અને ભોલુ (લોડર સાથે ટ્રેક્ટરનો ડ્રાઈવર) ની શોધખોળ હાથ ધરી છે. જે રેઇડ એસ.એમ.સી પીઆઈ સી.એચ.પનારા દ્વારા પાડવામાં આવી હતી.