MC દ્વારા ભેળસેળ ડીઝલ નું વેચાણ કરતા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો.જેમાં જેતપુર તાલુકાના કાગવડ ચાર રસ્તા રાજકોટ – જેતપુર રોડ ધ ગ્રાન્ડ ખોડલ હોટેલ અને જય વચ્છરાજ હોટેલની બાજુમા ખુલ્લી જગ્યામા ગેર કાયદેસર રીતે ભેળસેળ યુક્ત ડીઝલ નું વેચાણ કરવામાં આવ્યું હતું. SMC એ દરોડો પાડી 25,170 લીટર અને કુલ કિંમત રૂ. 18,12,240નો ડીઝલના જથ્થા સાથે છ ઈસમોને પકડી પાડયા છે.
મળતી માહિતી અનુસાર, જેતપુર તાલુકાના કાગવડ ચાર રસ્તા રાજકોટ – જેતપુર રોડ ધ ગ્રાન્ડ ખોડલ હોટેલ અને જય વચ્છરાજ હોટેલની બાજુમા ખુલ્લી જગ્યામા ગેર કાયદેસર રીતે ભેળસેળ યુક્ત ડીઝલનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના પર SMC એ દરોડો પાડી કુલ 25,170 લિટર ભેળસેળ યુક્ત ડીઝલ કિંમત રૂ. 18,12,240 સાથે પકડી પાડયો છે. SMC ની રેઇડ દરમિયાન 6 મોબાઈલ કિંમત રૂ. 30,000/- , 2 ટ્રક અને 2 કાર કિંમત રૂ. 25,00,000, રોકડ રૂ. 5,45,710/-, 3 સ્ટોરેજ સ્ટીલ ટાંકી કિંમત રૂ 80,000/-, 4 ડિસ્પેન્સર મશીન કિંમત રૂ. રૂ 2,00,000/-, 2 ગણરેતર કિંમત રૂ. 40,000/- સહિત કુલ 52,07,950 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. SMC એ ભેળસેળ યુક્ત ડીઝલ સાથે આરોપી ગીરીશ હસમુખભાઈ ઠાકર, મૌલિક હસમુખભાઈ વ્યાસ, પ્રકાશ હરેશભાઈ ભેડા, ચંદન દિલીપભાઈ પડાળીયા, સાબીર યુસુફભાઈ ઘાડા અને આદમ સુમારભાઈ દોઢિયાની અટકાયત કરી વીરપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. જ્યારે આરોપી કમલેશ ગણાત્રા, હસમુખ ઉર્ફે ભાણાભાઈ વ્યાસ અને સોયેબ ઉર્ફે અચુ સલીમભાઈ સોલંકીની વોન્ટેડ આરોપીને પકડવાના બાકી છે. જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.