સુરેન્દ્રનગર નાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC દ્વારા કેમિકલ ચોરી પર રેઇડ પાડવામાં આવી છે. SMC એ ધ્રાંગધ્રા બાયપાસ હાઈવે પર રામાપીર મંદિર ધ્રાંગધ્રા નજીક રેઇડ કરી કેમિકલ ચોરીના 33,000 કિલો કિંમત રૂ. 33,30,000 સહિત કુલ 83,89,075 ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પૂછપરછ દરમિયાન ખુલેલા અન્ય સાત લોકો સામે પણ ફરિયાદ દાખલ કરી વોન્ટેડ આરોપીને પકડવા માટેની કામગીરી હાથ ધરી છે…
સુરેન્દ્રનગરનાં ધાંગધ્રામાં રામાપીર મંદિર પાસે ધ્રાંગધ્રા બાયપાસ હાઇવે પર SMC દ્વારા કેમિકલ ચોરી પર દરોડો પાડવામાં આવ્યો છે. SMC એ ચોરી કરતાં કેમિકલ સાથે ટેન્કર અને બેરલ 30,000 કિ.ગ્રા કિંમત રૂ.33,30,000/-, કેરબા/કેન: 175 કિગ્રા રસાયણ સાથે 5, જેની કિંમત રૂ. 19,425/-, 2 વાહનો કિંમત રૂ. 50,00,000/-, 4 મોબાઇલ કિંમત રૂ. 20,000/-, રોકડ રૂપિયા 5450/-, 35 બેરલ કિંમત રૂ 7,000/-, 20 કેરબા કિંમત રૂ. 2,000/-, 1 મોટર કિંમત રૂ 5,000/-, 4 પાઇપ્સ કિંમત રૂ 200/- સહિત કુલ 83,89,075 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં SMC એ રમેશભાઈ કુરાજી મીના, રાકેશ હીરાલાલ મીના, રમેશ મોહનભાઈ મીના અને સાવન ધનજીભાઈ રાજગોર નામનાં આરોપીની ધરપકડ કરી છે. જ્યારે વોન્ટેડ આરોપી યુવરાજ કિરીટસિંહ જાડેજા ધાંગધ્રા, શૈલેષ પટેલ ધ્રાંગધ્રા, મોબાઇલ નં. 9924138403 ના માલિક, રાહુલ મો.7069643945, જીવોભાઈ, ચીકુ મો.7357940362 અને આઇશર ટેન્કર નં.GJ 12 CT 5755 માલિકની શોધખોળ હાથ ધરી છે. જે આરોપીઓ વિરૂદ્ધ BNS 316(3), 317(2), 61(2)(a), 287,288 ના સબંધિત કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે રેઇડ SMC PSI બી.એન.ગોહિલ દ્વારા પાડવામાં આવી હતી….