SMC દ્વારા ગુજરાત જુગાર અધિનિયમ: 12 અને BNS અધિનિયમ: 112(2) હેઠળ જુગારનો દરોડો પાડવામાં આવ્યો હતો. દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસાડા થી શંખેશ્વર તરફ જટા વડગામ તરફ કાચ રાસ્તે ખુલી જગ્યામાં જુગાર રમતા 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જે આરોપી પાસેથી રોકડ રૂ.1,41,460/-, 10 મોબાઇલ કિંમત રૂ. 53,000/-, 3 વાહનો કિંમત રૂ. 2,85,000/- સહિતની અન્ય વસ્તુઓ સાથે કુલ 4,79,760 /- રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે…
મળતી માહિતી અનુસાર, SMC દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિસ્તારમાં આવેલ દસાડાથી શંખેશ્વર તરફ જતા વડગામ તરફ કાચા રસ્તા પર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીઓ પર રેઇડ પાડી હતી. જેમાં કુલ 10 આરોપી રાજદીપસિંહ ભાથીજી ઝાલા, રહે, ઝીંઝુવાડા, રાસણી પાટી, તા. પાટડી (જુગાર ચાલવનાર મુખ્ય અરોપી), રવિ મહેન્દ્રકુમાર ગજ્જર, જેઠાભાઈ જુહાભાઈ રાઠોડ, જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા, (પાસા ફેકી જુગાર રમાડનાર), રસિક વિરમભાઈ રાઠોડ, વિશાલ ભરતભાઈ ઓડ, સંજયકુમાર પ્રભુભાઈ ઓડ, વિનોદભાઈ ગગાભાઈ ઠાકોર, રસીકભાઈ ગાંડાભાઈ ઠાકોર, મનુભાઈ બાબાભાઈ રાઠોડને રોકડ રૂ.1,41,460/-, 10 મોબાઇલ કિંમત રૂ. 53,000/-, 3 વાહનો કિંમત રૂ. 2,85,000/-, બે પાણીનો જગ કિંમત રૂ. 200/-, તાડપત્રી ની કિંમત રૂ 100/- સહિત કુલ રૂ 4,79,760/- ના મુદ્દામાલ સાથે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ બે વોન્ટેડ આરોપી Oppo બ્લુ કલરનો મોબાઈલ માલિક અને Vivo Balck કલર મોબાઈલ માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ જુગારનો અડ્ડો ચલાવનાર મુખ્ય આરોપી રાજદીપસિંહ ઝાલા રહે. ઝીંઝુવાડા વાળા પર તા. ૦૫/૦૧/૨૦૨૪ ના રોજ પી. એસ.આઇ. કે વી ડાંગર પર હુમલાનો પણ આરોપી છે. જે રેઇડ દરમિયાન SMC દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. જે રેઇડ ની કામગીરી એસ.એમ.સી પીએસઆઈ બી.એન.ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.