SMC દ્વારા રાજ્યભરમાં પ્રોહીબિશનની રેઇડ પાડવામાં આવી રહી છે.ત્યારે આજરોજ સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કડોદરાથી કામરેજ NH-48 પર આવેલ મહાદેવ હોટલ ખાતે પ્રોહીબિશનની રેઇડ કરી ૩૨,૯૧૬ બોટલ કિંમત રૂ. ૭૭,૦૦,૯૧૬ તેમજ બે વાહનો મળી કિંમત રૂ. ૧,૨૭,૦૮,૭૬૬ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.
SMC દ્વારા સુરત ગ્રામ્ય ના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કડોદરાથી કામરેજ NH-48 પર આવેલ મહાદેવ હોટલ ખાતે પ્રોહીબિશનની રેઇડ કરવામાં આવી હતી. જેમાં SMC દ્વારા IMFL બોટલ્સ 32,916 કિંમત રૂ. 77,00,916/-, રોકડ રકમ રૂ. 2,850/-, 1 મોબાઈલ કિંમત રૂ. 5,000/-, 2 વાહનો કિંમત રૂ. 50,00,000/ સહિત કુલ રૂ. 1,27,08,766/- નો મુદ્દામાલ કબ્જે કરી વિવેકકુમાર શ્યામ સુંદર યાદવ પ્રયાગરાજ (યુપી) વાળાની અટકાયત કરી કલમ 65-(A)(E), 81, 98(2),116(B) હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે વોન્ટેડ આરોપી અનિલ યાદવ (ટ્રક નં જીજે 19 વાય 2348 ચાલક) ( UP ), માણેક પટેલ (દારૂ સપ્લાયર), ટાટા ટ્રેલર NO-Gj-19 Y-2348 ના માલિક, ટાટા ટ્રેલરના માલિક નં જીજે-19 વાય 7993, અજાણ્યો વ્યક્તિ- જે ટાટા ટ્રેલર ડ્રાઇવરને સોંપે છે, રાજકોટમાં દારૂ મંગાવનાર વોન્ટેડ વ્યક્તિ અને રવિન્દ્ર રાજપૂત (આરોપી નંબર 1 ના મિત્ર) ને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.જેમાં એસએમસી પીઆઈ સી એચ પનારા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.