Sunday, July 27, 2025
HomeGujaratચોટીલાના ખેરડી ગામે SMC એ દરોડો પાડી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી...

ચોટીલાના ખેરડી ગામે SMC એ દરોડો પાડી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો:દસ આરોપીની શોધખોળ

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામના ખુલ્લા મેદાનમાં દરોડો પાડી સ્થળ પરથી કરોડોનો મુદ્દામાલ કબ્જે કરી 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં ખેરડી ગામેં નાગરાજ હોટલની સામે આવેલ ખુલ્લા મેદાનમાં રેઈડ કરી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ કરોડોના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 8596 બોટલોનો રૂ.1,19,10,000/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.1,26,10,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ ગુન્હામાં દારૂ મંગાવનાર દિલીપ બાવકુ ધાંધલ (રહે. નાની મોલડી ગામ, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર), GJ-13-AW-6447 નંબરનાં મહિન્દ્રા પીકઅપનો ડ્રાઈવર, GJ-13-AW-6447 નંબરનો મહિન્દ્રા પીકઅપનો માલિક, દિલીપ ધાંધલના 6 અજાણ્યા શખ્સો તથા વિદેશી દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે 65(A)(E),81,83, 116(B),98 (2) અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ: 111(2)(B),111 (3)(4) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!