Wednesday, June 4, 2025
HomeGujaratમાળિયા મિયાણામાં SMC ત્રાટકી:માળિયા થી જામનગર તરફ જતો વિદેશી દારૂ ભરેલ ટ્રક...

માળિયા મિયાણામાં SMC ત્રાટકી:માળિયા થી જામનગર તરફ જતો વિદેશી દારૂ ભરેલ ટ્રક સહિત ૧.૧૫ કરોડનો મુદામાલ ઝડપાયો

SMC દ્વારા માળીયા મીયાણા પંથકમાં રેઇડ કરી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. માળીયા જામનગર હાઇવે માળીયા રેલવે ક્રોસિંગ પાસે રેઇડ કરી બે આરોપીઓને IMFL ૭૨૧૩ નંગ બોટલ કિંમત રૂ. ૯૨,૬૯,૧૦૦ તેમજ એક વાહન, મોબાઇલ, રોકડ સહિત કુલ ૧,૧૫,૬૯,૫૫૦ ના કુલ મુદ્દામાલ સાથે પકડી પાડયા છે. તેમજ તપાસ દરમિયાન અન્ય ૬ લોકોને વોન્ટેડ જાહેર કરી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, SMC એ મોરબી જિલ્લાના માળીયા મીયાણા, માળીયા-જામનગર હાઈવે માળીયા રેલ્વે ક્રોસીંગ ખાતે રેઇડ કરી વિદેશી દારૂ સહિત એક કરોડથી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો છે. SMC એ રેઇડ કરી વિદેશી દારૂની ૭૨૧૩ બોટલ જેની કિંમત રૂ. ૯૨,૬૯,૧૦૦/-, એક ટ્રક જેની કિંમત રૂ.૨૦,૦૦,૦૦૦/- , ભુસાની ૨૦૦ બેગ કિંમત રૂ. ૨,૯૧,૦૦૦, રોકડ રૂ. ૪૪૫૦, ૧ મોબાઇલ ફોન કિંમત રૂ. ૫૦૦૦ સહિત કુલ રૂ. ૧,૧૫,૬૯,૫૫૦ મુદામાલ સાથે આરોપી ભાવેશ નાથા મોરી,(IMFL નો જથ્થો ભરી આવનાર ડ્રાઈવર) અને લીલા ટપુ મોરી (IMFL નો જથ્થો ભરેલ ટ્રકનો ક્લીનર) ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અરજણ આલા કોડિયાતર (મુખ્ય આરોપી, ઇમફલ જથ્થો મંગાવનાર), ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડિયાતર (મુખ્ય આરોપીની વ્યક્તિ), ટ્રક નં GJ10TT9185 નો માલિક અને પંજાબના બે અજાણ્યા વ્યક્તિઓ જેમણે IMFL લોડ કર્યું હતું તેમજ પંજાબથી IMFL ના મુખ્ય સપ્લાયર વિરૂદ્ધ પ્રોહી એક્ટ: 65(A)(E),81,83, 116(B), 98(2) અને ભારતીય ન્યાય સંહિતા એક્ટ 111(2)(B), 111(3)(4), 336(2), 336(3), 340(2) હેઠળ ગુન્હો દાખલ કરી વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધર

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!