SMC દ્વારા રાજકોટ શહેર માલિયાસણ ગામ નજીક ચોટીલાથી રાજકોટ તરફ અવતા હોર્ન ઓકે હોટેલની સામે હાઈવે રોડ પર પ્રોહીબિશનની રેઇડ કરી IMFL બોટલ/ટીન 12,598 કિંમત રૂ.
47,84,630/- સહિત કુલ 72,91,500 નો મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, SMC દ્વારા રાજકોટ શહેર માલિયાસણ ગામ નજીક ચોટીલાથી રાજકોટ તરફ અવતા હોર્ન ઓકે હોટેલની સામે હાઈવે રોડ પર પ્રોહીબિશનની રેઇડ કરવામાં આવી હતી. SMC દ્વારા રેઇડ કરી IMFL બોટલ/ટીન: 12,598 કિંમત રૂ. 47,84,630/-, 1 વાહન કિંમત રૂ. 25,00,000/-, 1 મોબાઇલ કિસ્મત રૂ. 5,000/-, રોકડ રૂ. 1,870/- સહિત કુલ રૂ. 72,91,500/- નો મુદ્દામાલ કબ્જે કરી ભાવેશ નાથાભાઈ મોરીને પકડી કલમ 65(A,E), 81, 83, 98(2),116(B) અને
BNS એક્ટ: 111(3)(4) હેઠળ આરોપીને પકડી કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. તેમજ અરજણ આલાભાઈ કોડીયાતર, બાધાભાઈ જોરાભાઈ શામળા (દારૂનો ધંધો કરનાર મુખ્ય અરોપી), ભરત ઉર્ફે જીગો સુમાભાઈ કોડિયાતર ( દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપીનો હિસાબ રાખનાર), નાથાભાઈ બિજલભાઈ સવધારીયા ( પકડાયેલ ટ્રકનો માંલિક અને સાથે જનાર ) તેમજ પંજાબ ખાતે દારૂનો જથ્થો મોકલનાર વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે..જેમાં એ વી પટેલ, પીએસઆઈ, એસ.એમ.સી દ્વારા રેઇડ પાડી કામગીરી કરવામાં આવી હતી.