SMC દ્વારા પાટણ જીલ્લાના સંકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ ૧૮૦ જૈન મંદિરની સામે રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ડ્રાઈવરને IMFL 1667 બોટલ કિંમત રૂ. 1,92,620/-, 1 વાહન કિંમત રૂ. 10,00,000/- મૂલ્ય, રોકડ રૂ. 510/- સહિત કુલ મુદ્દામાલ રૂ 11,93,130/- નો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, SMC દ્વારા પાટણ જીલ્લાના સંકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 180 જૈન મંદિરની સામે રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી આરોપી રાજસ્થાનના બાડમેરના મશારામ ભાખારામ જંગુ (બિશ્નોઈ)ને IMFL 1667 બોટલ કિંમત રૂ. 1,92,620/-, 1 વાહન કિંમત રૂ. 10,00,000/- મૂલ્ય, રોકડ રૂ. 510/- સહિત કુલ મુદ્દામાલ રૂ 11,93,130/- નો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. જેની તપાસ કરતા અન્ય ચાર વોન્ટેડ આરોપીના નામ ખૂલ્યાં હતા જેમાં રાજસ્થાનના સાંચોર રમેશ વિરમારામ બિશ્નોઈ, ઈનોવા ક્રિસ્ટા કારનો મલિક, દારુ નો જાથો મંગાવનાર અને રાજસ્થાનના દારુના થેકાનો મલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પ્રોહીબિશનનો દરોડો એસ.એમ.સી. પીએસઆઈ જે.ડી.બારોટ દ્વારા પાડવામાં આવ્યો હતો.