રાજકોટ ગ્રામ્યના ગોંડલ ખાતે આવેલ જામવાડીમા આવેલ ખાડીયા વિસ્તારમાં કનૈયા હોટેલ પાછળ શ્રી રાજલ ટ્રેડર્સ ખાતે SMC દ્વારા દરોડો પાડી ગેર કાયદેસર ભેળસેળ યુક્ત ડિઝલના જથ્થાનું વેચાણ કરતા ઇસમોને 7,000 લિટર ડિઝલના કિંમત રૂ. 5,08,000 સાથે ત્રણ ઇસમોને પકડી કુલ 16,56,470 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, SMC દ્વારા ગેર કાયદેસર ભેળસેળ યુક્ત ડિઝલના જથ્થાનું વેચાણ કરતા ઇસમો પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ગ્રામ્ય પંથકના ગોંડલ ખાતે આવેલ જામવાડીમા આવેલ ખાડીયા વિસ્તારમાં કનૈયા હોટેલ પાછળ શ્રી રાજલ ટ્રેડર્સ ખાતે SMC એ દરોડો પાડી ગેરકાયદેસર ભેળસેળ યુક્ત ડિઝલના જથ્થાનું વેચાણ કરતા ઇસમોને 7,000 લિટર ડિઝલના કિંમત રૂ. 5,08,000 સાથે ભરતભાઈ ભુદરજીભાઈ બકરાણીયા, સાવનકુમાર રજનીકાંત સુરેજા અને અકીલ સત્તારભાઈ બીલખીયાને પકડી પાડવામાં અવામ્યા છે. જ્યારે આરોપી કમલેશ ગણાત્રા અને મોહમ્મદ તુફેલ ઉર્ફે મોહમ્મદ તૌફિક મેમણની અટકાયત કરવાની બાકી છે. SMC આરોપીઓ પાસેથી 7,000/- લીટર ભેળસેળ યુક્ત ડીઝલ કિંમત રૂ. 5,08000/-, 3 મોબાઇલ કિંમત રૂ. 70,000/, 2 ટેન્કર કિંમત રૂ. 8,30,000/-, રોકડ રૂ. 19,370/-, 1 ટેન્કર ટેન્ક કિંમત રૂ. 80,000/-, 2 ગ્રાઉન્ડ સ્ટીલ ટાંકી કિંમત રૂ. 50,000/-, 3 ડિસ્પેન્સર મશીન કિંમત રૂ. 90,000/- ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂ 1,000/-, 1 રોકડ ગણતરી મશીન કિંમત રૂ. 5,000/-, 2 એલ્યુમિનિયમ કન્ટેનર સિલબંધ કિંમત રૂ. 2,000/- 1 નોઝલ કિંમત રૂ 1,000/- અને 1 કેલ્ક્યુલેટર કિંમત રૂ. 100/- મળી કુલ રૂ 16,56,470/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…..