Monday, June 30, 2025
HomeGujaratSMC ટીમે એ હળવદ માળિયા હાઈવે પરથી બટેટાની આડમાં બિયરનો જથ્થો લઈ...

SMC ટીમે એ હળવદ માળિયા હાઈવે પરથી બટેટાની આડમાં બિયરનો જથ્થો લઈ જતો ટ્રક ઝડપી પાડ્યો:એક ઝડપાયો,પાંચ વોન્ટેડ

સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઇવે પર નવા દેવળિયા ગામ નજીકથી ટ્રકમાં બટેટાની આડમાં લઈ જવાતો બિયરના જથ્થા સાથે ડ્રાયવરને ઝડપી લેવામાં આવ્યો છે અને કુલ ૨૮,૩૭,૪૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.

- Advertisement -
- Advertisement -

SMC ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી મોરબીના હળવદ તાલુકાના માળીયા હાઇવે રોડ પરથી પસાર થતા ટ્રકને રોકીને ચેક કરતા તેમાંથી બટેટાની આડમાં ૮૨૯૮ બીયર ટીન જેની કિંમત રૂ. ૧૮,૨૫,૫૬૦/- મળી આવ્યા હતા જેથી SMC ટીમે બિયર તેમજ એક ટ્રક જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-, એક મોબાઇલ કિંમત રૂ. -૧૦,૦૦૦/-, રોકડ રૂ. ૧૯૦૦/ સહિત કુલ ૨૮,૩૭,૪૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ડ્રાઈવર મુકેશ પુનામારામ જંગુ રહે. રાજીવનગર રાણીવાડા તાલુકો રાજસ્થાન વાળાની અટકાયત કરી છે.તેમજ ડી એસ જસોલ (બીયર ટીનનો સપ્લાયર), ડી એસના અજાણ્યા બે વ્યક્તિઓ, ટ્રકના માલિક, ટ્રકના ફાસ્ટેગનો ધારક તેમજ બીયર ટીન મેળવનાર પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે પકડાયેલ આરોપી અગાઉ ટંકારા પોલીસ સ્ટેશન અને લોધીકા પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.આ કામગીરી એસ.એમ.સી પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!