SMC એ પાટણ જિલ્લાના ચાણસ્મા પાટણ રોડ હાઇવે સર્કલ પાસે, સિટી પ્લાઝા કોમ્પ્લેક્સ, નાગરાજ પાન પાર્લર ઉપર નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં દરોડો પાડી જુગારની ક્લબ પકડી પાડી છે. SMC એ રોકડ રૂ. 85,950 તેમજ ઓનલાઇન ફોન પે અને ગૂગલ પે પર ઉઘરાવેલા રૂ. 12,28,237 રૂપિયા સહિત કુલ 17,37,150 રૂપિયાના મુદ્દામાલ સાથે ૩૩ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આઠ વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા પાટણ રોડ હાઇવે સર્કલ પાસે, સિટી પ્લાઝા કોમ્પ્લેક્સ, નાગરાજ પાન પાર્લર ઉપર નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં SMC એ જુગારની ક્લબ પર દરોડો પાડયો હતો. જેમાં SMC એ રોકડ રૂપિયા 85,950/-, PhonePay/GPAY દ્વારા રૂ. 12,28,237/- જુગાર રમવા માટે ભેગા કરેલા રૂપિયા, 8 વાહનો કિંમત રૂ. 14,65,000/-, 37 મોબાઈલ કિંમત રૂ. 1,74,000/-, 4 કોષ્ટકો રૂ. 4000/-, 25 ખુરશીઓ કિંમત 5,000/-, 1 ડીવીઆર કિંમત રૂ. 2,000/-, 2 કેલ્ક્યુલેટર કિંમત રૂ. 200/ સહિત કુલ રૂ. 17,37,150/- ના મુદ્દામાલ સાથે 33 લોકોને પકડી પાડ્યા છે. જેમાં પાર્થ ઉર્ફે પિન્ટુ હસમુખભાઈ પટેલ (ક્લબ માલિક), બ્રિજેશ રમેશભાઈ પટેલ(ક્લબ માલિક/કેશિયર), નિલેશકુમાર ઉર્ફે ધોલો મનુભાઈ પટેલ (ભાગીદાર), કાર્તિકકુમાર રમેશભાઈ પટેલ (કેશિયર), કલ્પેશભાઈ રમણભાઈ પટેલ (જુગાર સેવક), દિનેશકુમાર જેઠાલાલ પટેલ (જુગાર સેવક), રિકીન મહેન્દ્રભાઈ પટેલ (કેશિયર), અલ્લારખા નબીમિયાં કુરેશી (સેવક), સતિષજી લક્ષ્મણજી ઠાકોર (સેવક), મહેબુબભાઈ હસનભાઈ કુરેશી (સેવક), યુનુશ ગુલામ હુસૈન સૈયદ (સેવક), રહીમિયા રાધુમિયા સિંધી (ગ્રાહક), જગદીશભાઈ ત્રિભુવનભાઈ પરમાર (ગ્રાહક), રજનીકાંત સોમાભાઈ સેનમા (ગ્રાહક), દિનેશ વાસુભાઈ દલવાડી (ગ્રાહક), મુકેશકુમાર બાબુલાલ ઠક્કર (ગ્રાહક), જીતેન્દ્રકુમાર રજનીકાંત ઠક્કર (ગ્રાહક), પ્રતાપભાઈ હરીભાઈ ચૌધરી (ગ્રાહક), હરેશ કુમાર ચેલાભાઈ પઢિયાર, રહે. મો.નં.2, ભીમાણીનગર (ગ્રાહક), મધુભાઈ ભવાનભાઈ ઠક્કર (ગ્રાહક), સતારભાઈ મુઝાદભાઈ સિપાઈ (ગ્રાહક), વલીમહંમદ ખીમજીભાઈ મીયાણા (ગ્રાહક), હરિદાન ચંદીદાન ગઢવી (ગ્રાહક), રમેશકુમાર મોહનલાલ મજીઠીયા (ગ્રાહક), પ્રકાશકુમાર ખેમચંદભાઈ પરમાર (ગ્રાહક), રઘુભાઈ સોમાભાઈ પરમાર (ગ્રાહક), બિલાલ ઉમ્બરભાઈ સૈયદ (ગ્રાહક), ઈબ્રાહીમભાઈ મુલકભાઈ કુરેશી (ગ્રાહક), અશોકભાઈ પરમાનંદભાઈ મહેશ્વરી (ગ્રાહક), દિનેશકુમાર હરીલાલ ઠક્કર (ગ્રાહક), જાવેદ હસનભાઈ ભટ્ટી (ગ્રાહક), ભાયલાલભાઈ ટીનુમલ ઠક્કર (ગ્રાહક) અને શાહરૂખ યાસીનભાઈ સૈયદ (ગ્રાહક)ની ધરપકડ કરી જુગાર ધારો 4,5 હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 8 વોન્ટેડ આરોપી નિલેશ કુમાર ઉર્ફે બકાલાલ કાંતિલાલ પટેલ (મુખ્ય આરોપી), રાજુભાઈ અમ્રતલાલ પટેલ (મુખ્ય આરોપી), હસમુખભાઈ ઉર્ફે આદુક પટેલ (મુખ્ય આરોપી), ચિરાગ ખોડાભાઈ પટેલ (મુખ્ય આરોપી), ધર્મેન્દ્ર ઉર્ફેલાલો સુરેશચંદ્ર મહેતા (મુખ્ય આરોપી), હિતેશ નવીનભાઈ પટેલ (કેશિયર/મેનેજર), બકાજી ઠાકોર (ગ્રાહક) અને લાવા મોબાઈલનો ધારક ની શોધખોળ હાથ ધરી છે. જેમાં રેઇડ ની કામગીરી જે.વી.પટેલ, પીએસઆઈ એસ.એમ.સી દ્વારા કરવામાં આવી હતી.