SMC દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં ફરી પ્રોહીબિશનની રેઇડ કરી હતી. સુરેન્દ્રનગરની પંચાયતની સામેની શેરીમાં એઝાઝ હબીબભાઈ મોટવાણીના ઘરે દરોડો પાડી 1051 IMFL બોટલ કિંમત રૂ.3,28,573 ના મુદ્દામાલ કબ્જે કરી બે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, SMC એ ફરી સૌરાષ્ટ્ર પંથકમાં પ્રોહીબિશનનો દરોડાનો પાડયો છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાયતની સામેની શેરીમાં એઝાઝ હાજીભાઈ મોટવાણીના મકાનમાં દરોડો પાડી IMFL બોટલ્સ 1051 કિંમત રૂ. 3,28,573/ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પ્રોહી એક્ટ: 65(A)(E),116(B),81 અને BNS એક્ટ: 111(2)B હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. જ્યારે વોન્ટેડ આરોપી સલીમ સુલેમાનભાઈ મોવર (દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી) અને એઝાઝ હાજીભાઈ મોટવાણી (મકાન ભાડે રાખનાર) ની શોધખોળ હાથ ધરી છે. જે રેઇડ SMC PSI એલ. ડી. મેતા દ્વારા પાડવામાં આવી હતી.