હળવદ તાલુકાના ચરાડવા ગામના ગામ પંચાયતના સભ્ય મોરી ચંદુલાલ ઈશ્વરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી ચરાડવા ગામે હનુમાનજીના ચોકમાં જાહેર શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે હનુમાનજીના ચોકમાં ઉગમણા દરવાજે જાહેર શૌચાલયનું બાંધકામ 15મું નાણાપંચ ગ્રામ્ય કક્ષાએ વર્ષ 2020-21 મુજબ રૂ. 2,34,073 રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. જે બાંઘકામમાં નવા શૌચાલયનું બાંધકામ કરવાને બદલે અગાઉના જુના શૌચાલયના જુના પાયા (સ્લેબ) પર જ નવું બાંધકામ કરી ટેન્ડર મુજબ બિલ મંજૂર કરીને રૂ. 2,34,073 ચૂકવી દેવામાં આવ્યા છે. અને જે કામ પૂર્ણતાનું પ્રમાણપત્ર પણ તાલુકા પંચાયત કચેરી હળવદ માંથી અધિકારીએ તપાસ કર્યા વગર જ આપી દીધું છે. તેથી જાહેર શૌચાલયના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા ઉપજી રહી છે ત્યારે બાંઘકામની યોગ્ય તપાસ કરવા માટે ચરડવા ગામ પંચાયતના સભ્ય મોરી ચંદુલાલ ઈશ્વરભાઈ વિનંતી કરી છે.