ટંકારા શહેરમા 1965માં ધરે ધરે વિજળી પહોંચી. અંધકારમાથી પ્રકાશમાં લઈ જવા પહેલું ઈલેક્ટ્રિક જનરેટર શહેરમાં ઈ. સ 1945મા આવ્યુ. એ અગાઉ રાજ મહેલમાં પવનચક્કિ ઉપર લાઈટ ચલાવાતી હતી. મગનલાલ દોશીના શાંન્તિ-ની-કેતન બંગલામાં સૌથી પહેલા લેમ્પ જગમગી ઉઠયો. ત્યારબાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ડિઝલ જનરેટર આવ્યુ. અને આઝાદીના 17 વર્ષ પછી ટંકારામાં ધરે ધરે લાઈટ કનેક્શન મળવા લાગ્યા.
રવિવારે મોડી સાંજે ત્રણ હાટડીના ચોરે બેઠો હતો અચાનક નિરવ શાંતિનો અહેસાસ થયો અને ધોધાટભર્યા વાતાવરણ માથી ઝબુકી આજુ બાજુ નજર ફેરવી જોયુતો લાઈટ જતી રહી હતી ત્યારે વિચાર આવ્યો કે લાઈટ પણ કેટલો શોર કરે છે અને બસ જગુભાઈ ને પશ્ર્ન કર્યો હાલનો સમય ઝડપી છે આધુનિક છે અને આગળીના ટેરવે છે પરંતુ શુ તમને ખબર છે કે આજથી પચાસ વર્ષ પહેલાં ટંકારાના ધરડા બાપદાદા વડીલો કેવી રીતે રહેતા અને એની દિનચર્યા શુ હતી? તમે અત્યારે આ વાચન કરતા કરતા અનેક વિચારો અને સવાલો સાથે અજબ ગજબ અનુભવ કરતા હશોન ! પણ જગુભાઈએ જણાવયુએ તમને જણાવી દઉં કે અગાઉના વડીલો પ્રકૃતિના ખોળો ખુદી જીવનશૈલી પ્રસાર કરતા હતા. ન હતા ટિવી કે ફોન હા પાવરથી ચાલતા રેડિયો જરૂર હતા જેની વાત પણ વળી ક્યારેક કરશું પણ સુર્ય નારાયણના ક્રમ પ્રમાણે ચાલતા રોજીંદા કામમાં ફાનસ, દીવો, પેટ્રોમસે અનેકના જીવનમાં અજવાળું પાથરી ગયુ છે. તમને થતુ હશે તો રાત્રે બજારની સ્થિતિ શુ હશે? તો જ્યારે લાઈટ ન હતી અને થાંભલા પણ નહતા ત્યારે સુધરાઈ એટલે કે (પંચાયત અમલ પહેલાનુ શાશનમા) ટંકારાની બજારોમાં ચોક્કસ નક્કી કરેલ જગ્યા ઉપર દીવા પ્રગટાવીને પ્રકાશ પાથરવામા આવતો અને ચાર પગાની સિડી લઈ સાંજે વાલાબાપા તેલ પુરી ઠેક ઠેકાણે દીવો જલાવતા જનરેટરમાથી વિના મૂલ્યે પ્રસંગે વિજળી આપતા અને ટંકારા વિકાસમાં સુવિધા અને સગવડમાં મહાજનનો ફાળો વળી ક્યારેક વ્યક્તિ વિશેષમા કરશું.
હા જો હુ તમને કહેતાં તો ભુલીજ ગયો આ ડિઝલ જનરેટર પહેલા ટંકારામાં પવનચક્કિ હતી અને એ પણ મોરબી રાજવીના ટંકારા મહેલમાં જેનો ઉપયોગ માત્ર મહેલ પુરતો સિમીત હતો પણ 1960માં ગુજરાત ઈલેક્ટ્રીકસિટી બોડ અમદાવાદમાં શરૂ થઈ જતા પાચ વર્ષ પછી 1965 આસપાસ ધરે ધરે વિજળી આપવાનુ શરૂ થઈ ગયુ હતું અને અધકાર યુગનો અંત આવ્યો હતો જો કે આર્થિક રીતે સમૃદ્ધ ટંકારા વાળાના ધરે લાઈટ જોડાણ કર્યું હતું જેની સંખ્યા શરૂઆતમાં ખુબ ઓછી હતી એક જુનુ લાઈટ બિલ મળ્યુ છે જે અહિ રજુ કર્યુ છે.