ટંકારા તાલુકાના નેકનામ ગામમાં છાશ વારે ચોરીના બનાવો બન્યા બાદ પણ પોલીસ ઢાક પિછોડા કરી સબ સલામતની કેસેટ વગાડવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે.જે વચ્ચે નેકનામ ગામે હરણિયા કુટુંબના કુળદેવી બ્રહાણી માતાના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને રિતસર રોકડ રકમ જે હજારોમા હતી એ દાન પેટી તોડી છનનન થઈ જતાં સુરક્ષા વ્યવસ્થા માટે અનેક સવાલો ઉભા થયા છે.
ટંકારામાં નેકનામ પોલીસ મથકમાં આઉટ પોસ્ટ હોવા છતાં અહિ સ્ટાફની અવર જવર ને લઈને પણ ખુબ પ્રશ્નો ઉભા થયા છે. તદ્ઉપરાંત ઔધોગિક એકમ થકી અનેક કમાણી વાળું નેકનામ ઓપી વિસ્તારમાં નાગરીકો માતબર રકમ સરકારમાં ટેક્સ રૂપે જમા કરાવવા છતાં સુરક્ષા નામે સંતોષ ન હોય જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જે વચ્ચે હવે નેકનામ ગામે હરણિયા કુટુંબના કુળદેવી બ્રહાણી માતાના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને રિતસર રોડક રકમ જે હજારોમા હતીએ દાન પેટી તોડી છનનન થઈ ગયા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલાં ગામ લોકોએ તસ્કરના તરખાટ પગલે જીલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.ત્યારે માત્ર પોલીસ કર્મચારી ને બદલી દેવાયા હતા પરંતુ નેકનામની પરેશાની બાબતે કોઈ નકર સમાધાન ન થતા આ મુદે ભારે રાજકીય લેવલે રજૂઆત થાય તો નવાઈની વાત નથી.