Friday, December 27, 2024
HomeGujaratમોરબીના સુભાષ રોડ પરની દુકાનોમાંથી તસ્કરો ઘીના ડબ્બા, રોકડ અને અગરબત્તીના પેકેટ...

મોરબીના સુભાષ રોડ પરની દુકાનોમાંથી તસ્કરો ઘીના ડબ્બા, રોકડ અને અગરબત્તીના પેકેટ પણ ઉસેડી ગયા!

મોરબીના સુભાષ રોડ પર આવેલ ચાર દુકાનોમાં થયેલ ચોરી મામલે વેપારીએ ફરિયાદ નોંધાઈ છે જમા તશકરો ઘી ના ડબ્બા, રોકડ એટલું જ નહી અગરપતિના પેકેટ પણ ઉસેડી ગયા હોવાનું જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોતીભાઈ તુલશીભાઈ મકવાણા (ઉ.વ.૬૦ વાવડી ચોકડી ભગવતી હોલની પાસે કૈલાસ પાર્ક)એ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પોતાની દુકાનમાં તાળા તોડી દુકાનમાં પ્રવેશેલ શખ્સોએ ઘીના ડબ્બાઓ નંગ-૩ તથા અગરબતીના પેકેટ નંગ-૫ કુલ કિ રૂ ૫૫૦ સહિત ની વસ્તુઓની ચોરી કરી લઈ ગયા હતા.વધુમાં સાહેદ મનીષભાઈ શશીકાંતભાઈ મીરાણીની દુકાનમાથી રોકડ રૂ ૪૦૦૦ તથા સાહેદ અનીલભાઈ દેવજીભાઈ સોલંકીની દુકાનમાથી વાળ કાપવાનુ મશીન લઈ ગયા હતા અને સાહેદ નીમચંદ ભાઈચંદભાઈ મહેતાની દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કરી કુલ મુદામાલ કિ રૂ ૪૫૫૦ની ચોરી કરી ગયાનું પોલીસ ફરિયાદમાં નોંધાયુ છે. જે ફરિયાદને પગલે અજાણ્યાં ઈસમ વિરુદ્ધ આઇ.પી.સી કલમ.૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!