મોરબી જિલ્લામાં ચોરી ના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે મોરબીમાં તસ્કરો શહેરી વિસ્તારના જ મંદિરો અને બંધ મકાનોને નિશાન બનાવતા લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે મોરબીનાં મહેન્દ્રપરા શેરીનં.૨માં આવેલ મહાકાળી માતાના મંદીરમાથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ ભગવાનનો ડર રાખ્યા વગર મોરબીનાં મહેન્દ્રપરા શેરીનં.૨માં આવેલ મહાકાળી માતાના મંદીરને નિશાન બનાવ્યો હતો અને મંદીરના દરવાજા તાળા તોડી મંદીરમા માતાજીની મુર્તી ઉપર ચડાવવા મા આવેલ રૂ.૧,૩૨,૦૦૦/-ની સોનાના ત્રણ છતર તથા રૂ.૮૦૦૦/-ના ચાંદીના નાના મોટા આટ છતર મળી કુલ કી રૂ.૧,૪૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મંદિરના પૂજારી દિનેશભાઇ મોતીલાલ ભોજાણી દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.