મોરબી જિલ્લાના જાંબુડિયા ગામે તસ્કરોએ કોમેટ સીરામીકની અંદર આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને મળેલ બાતમીના આધારે માળીયા ફાટક પાસે આવેલ જુની સમર્પણ હોસ્પીટલની પાછળથી તસ્કરને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.
મોરબી તાલુકા પોલીસ અધિક્ષક શહુલ ત્રીપાઠી અને અધિક્ષક અતુલકુમાર બંસલની મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢ઼વા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ ચોરી કરનાર ઇસમને શોધી કાઢવા સુચના આપી હતી. ત્યારે મોરબી તાલુકા પી.સ્ટના માધ્યમથી પોલીસ ઇન્સપેક્ટર વી.એલ પટેલના માર્ગદર્શન હેઠળ ચોરીમાં મુદ્દામાલ તથા તેથી આરોપી અગે વોચ તપાસમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક શખ્સ માળીયા ફાટક પારો આવેલ જુની સમર્પણ હોસ્પીટલની પાછળના ભાગે આવેલ વિપુલનગર સોસાથટીના ખુલ્લા પ્લોટમાં સીરામીક સેઇલ્સના 2400 MM ના માપની સ્લેબ ટાઇમ્સના જથ્થા સાથે વેચાણ કરવાની પેરવી કરી રહ્યો હતો. જે હકીકત આપારે સ્થળ પર રેડ કરતા નાથા ઉર્ફે યુવરાજ સ / ઓ બહાદુર સૌમા હકીકત મુજબની ટાઇલ્સના જથ્થા સાથે મળી આવતા ટાઇલ્સનો જથ્થો વેરીફાઇ કરતા મળી આવેલ ટાઇલ્સ ચોરી ગયેલ ટાઇલ્સ હોવાનું જાણવા મળતા કુલ ટાઇલ્સ નંગ ૨૨૫ કિંમત રુપિયા .૨,૨૦,૩૫૦ તથા એક મોબાઇલ કિંમત રુપિયા ૫૦૦૦ ગણી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મોરબી તાલુકા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીની પુછપરછ કરતા ચોરીમાં ગયેલ અન્ય મુદ્દામાલ બાબતે કોઇ હકીકત જણાવતો ન હોવાથી પોલીસે 5 દિવસના રીમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ તથા એએસઆઇ સુરેશ કોરીયા પો.હેડ.કોન્સ જયસુખ પ્રવિણ વીચાણી, યુવરાજસિંહ હકુભા જાડેજા , શૈલેષ બાબુભાઇ પટેલ પો.કોન્સ. વિપુલ હંસરાજ વેલાનાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી..