Tuesday, September 17, 2024
HomeGujaratહળવદ ને ધમરોળતા તસ્કરો:વધુ બે જગ્યાએ ત્રાટકયા

હળવદ ને ધમરોળતા તસ્કરો:વધુ બે જગ્યાએ ત્રાટકયા

હળવડમાં તસ્કરોને ડામવા પોલીસ દિવસ રાત આકાશ પાતાળ એક કરી રહી છે છતાં પણ ચોરીના બનાવો રોકાવાનું નામ નથી લેતા ત્યારે વધુ બે જગ્યાએ ચોરીના બનાવો બનવા પામ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદના સરા રોડ પર આવેલ શિવ એગ્રો દુકાનની બાજુના પ્લોટમાં પાર્ક કરીને રાખેલ મહિન્દ્રા પીકઅપ બોલેરો કાર રજી.નં. જીજે-૧૩-વી-૫૧૯૫ કી. રૂ.૩,૦૦,૦૦૦ ને અજાણ્યો શખ્સ ગત તા ૦૨/૦૬ ના રોજ દિવસ દરમિયાન ચોરી જતા કારના માલિક જયેશભાઇ મગનભાઇ માલાસણા (ઉ.વ.૩૫ ધંધો વેપાર રહે.જુના દેવળીયા તા હળવદ) વાળા એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે બીજા એક ચોરીના બનાવમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા રમણિકભાઈ ધનજીભાઈ સોનગ્રા(ઉ.વ.૩૨ ધંધો ખેતી રહે ચરાડવા તા હળવદ) વાળાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત મહિને તારીખ ૧૮/૦૫ ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના ઘરના દરવાજાના તાળા તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટ ના તાળા તોડી સોના ચાંદીના દાગીના કી. રૂ.૩૩,૫૦૦ અને રોકડ રકમ રૂ.૪૭,૦૦૦ મળી કુલ રૂ.૮૦,૫૦૦ નો મુદામાલની ચોરી થઈ છે. જેથી હળવદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!