Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેરમાં બંધ મકાનમાં તસ્કરનો હાથફેરો: રોકડ, દાગીના સહિત ૯૬ હજારનો મુદ્દામાલ ઉસેડી...

વાંકાનેરમાં બંધ મકાનમાં તસ્કરનો હાથફેરો: રોકડ, દાગીના સહિત ૯૬ હજારનો મુદ્દામાલ ઉસેડી ગયા

વાંકાનેર જીનપરા રોકડીયા હનુમાન મંદીરની પાછળ આવેલ બંધ રહેણાંક મકાનમા તસ્કરોએ હાથફેરો કરી રોકડ, દાગીના સહિત ૯૬ હજારનો મુદ્દામાલ ઉસેડી જતા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર જીનપરામાં રોકડીયા હનુમાન મંદીરની પાછળ આવેલા વિજયભાઇ રાઠોડના “શ્રીહરી” નામના મકાનમા
રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુબશદ (ઉ.વ.૫૦) મૂળ જી.ધારવાડ રાજય કર્ણાટક વાળાના બંધ મકાનમાં ગત તા. ૮ થી તા. ૯ ના સમયગાળા દરમિયાન છત ઉપર કોઇ અજાણ્યો શખ્સ ચડી ઉપરથી સીડી વાટે બેડરૂમમા પ્રવેશ કરી રૂમમા રહેલ કબાટ લોક માર્યા વગરના હોય તે કબાટના ખાનામા રહેલ રોકડા રૂ.૧૫૦૦૦/-તથા સોનાનો ચેઇન કિ.રૂ.૪૭૦૦૦/- તથા સોનાની પહોચી (બ્રેસલેટ) કિ.રૂ.૩૪૦૦૦/- મળી કુલ રૂ.૯૬૦૦૦/-ચોરી કરી લઇ ગયા અંગેની વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. રાઠોડ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!