મોરબીના આમરણ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ઓફીસ, દુકાન અને રહેણાંક મકાનને નિશાન બનાવતા સ્થાનિકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. ગઈકાલે રાત્રે આમરણ ગામે ત્રાટકેલા તસ્કરો આમરણ મેઈન બજારમાં આવેલ વકીલની ઓફીસ સહિત ચાર દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. જે દરમિયાન દુકાન અને ઓફિસમાં રહેલી પરચુરણ આઈટમ, રોકડ સહિતની વસ્તુઓ ઉસેડી ગયા હતા. જોકો ચોરના ડરને પગલે ગ્રામજનો જાગતા હોવાની જાણ થતાં તસ્કરો પોબારું ભણી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અવારનવાર બનતા ચોરીના કિસ્સાઓને લઈને આમરણના સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે.