ટંકારા તાલુકાના સરાયા ગામે ખેડૂત પરિવારના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત 72 હજાર ચોરી કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે તાપસ હાથ ધરી છે.
સરાયા ગામે રહેતા મીઠાલાલ પોપટભાઈ ઢેઢી નામના ખેડૂતના રહેણાંક મકાનમા અજાણ્યા ચોરે રાત્રીના સમયે પ્રવેશ કર્યો હતો. જ્યાં રહેણાંક મકાનના રૂમના દરવાજાનુ તાળુ તોડી રૂમમા રાખેલ કબાટમાથી સોનાની રૂદ્રાક્ષની માળા કિ રૂ ૨૦૦૦૦ તથા નાકમા પહેરવાના સોનાના દાણા નંગ ૦૨ જેની કિ ૧૦૦૦ તથા સોનાનો ચેન પેંડલ સહિતનો આશરે દોઢેક તોલાના ચેન નંગ-૨ જેની કિ રૂ ૫૦૦૦૦ અને ચાંદિના સાકળા કિ રૂ ૧૦૦૦ સહિત કુલ રૂ. ૭૨૦૦૦ની ચોરી કરી લઈ ગયો હતો. ખેડૂત પરિવારના સભ્યો અમદાવાદ હોય જે પરત આવ્યા બાદ ઘરના સભ્યો એ સાથે મળી તપાસ કરતા 72 હજારની ચોરી થયાનું સામે આવ્યું હતું આથી મીઠાલાલે ટંકારા પોલીસ મથકમાં અજાણ્યાં શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.