Sunday, January 5, 2025
HomeGujaratહળવદની હરીનગર ગોલ્ડ અને આલાપ સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા: 1.94 લાખની...

હળવદની હરીનગર ગોલ્ડ અને આલાપ સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા: 1.94 લાખની ચોરીની ફરિયાદ

હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટી અને આલાપ સોસાયટીના ત્રણ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દાગીનાઝ રોકડ રકમ સહિત અંદાજે 1.94 લાખ રૂપિયાની મતાની ચોરી કરી લઈ ગયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદના સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં શેરી નં-૭મા રહેતા કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામીના મકાનમાં પ્રવેશ કરી તાળા તોડી અંદર ત્રાટકેલા શખ્સો એ રોકડ રૂપીયા ૭૦૦૦૦ તથા સોના ચાંદીના દાગીના કિમત રૂપીયા ૧૦૩૦૦૦ની ચોરી કરી ગયા હતા વધુમાં સાહેદ જનકભાઇ લાભુભાઇ સોંલકીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપીયા ૫૦૦૦તથા સાહેદ હરેશભાઇ સામજીભાઇ કલારીયા પટેલના મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપીયા ૧૫૦૦૦ તથા સોના ચાંદીના દાગીના કિમત રૂપીયા ૧૫૦૦ મળી કુલ રૂપીયા ૧૯૪૫૦૦ની મતાની ચોરી કરી લઇ ગયા હતા આ અંગે કિરણગીરીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ચકાસી તસ્કરોની ભાળ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!