એક તરફથી કડકડતી ઠંડી પડી રહે છે. તો બીજી તરફ ઠંડી નો ગેરલાભ ઉઠાવતા તસ્કરો પણ એક્ટિવ થયા છે ત્યારે હળવદ શહેરના નારાયણ નગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને ચાર લાખ રોકડા અને ચાંદીના દાગીનાની ચોરી કર હતી.
મલતગી માહિતી અનુસાર, હળવદ શહેરના સ્વામી નારાયણ નગરમાં આવેલ એક ખેડૂતના રહેણાંક મકાનમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂત ખેડુત વાડીએ ગયા ત્યારે ખાલી ઘરનો ફાયદો ઉપાડી ચોરો ઘરમાં પ્રવેસ્યા હતા અને ખેડુતના ઘરેથી રૂપિયા ચાર લાખ રોકડા તથા ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચંદુભાઈ પ્રેમજીભાઈ દલવાડી નામના ખેડૂત જયારે મકાને પરત આવ્યા ત્યારે તેઓએ ઘરમાં વસ્તુઓ વિખેરાયેલી જોઈએ અને વાડીની ઉઘડ દેવા જે 4 લાખની રોકડ તેઓ લાવેલ હતા તે ઘરમાંથી ગાયબ હતા. જેને લઇ તેઓએ સમગ્ર મામલે હળવદ પોલીસને જાણ કરી હતી. અને બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર જાંચ પડ઼તાલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ધટનાની જાણ થતાં આજુબાજુના લોકો પણ તાત્કાલિક ખેડૂતના ઘરે દોડી આવ્યા હતા.