મોરબીમાં ત્રણ દિવસ અગાઉ સીરામીક પ્લાઝા માં તસ્કરોએ એક સાથે ૩૦ કરતા વધુ દુકાનો ના શટર ઊંચકી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમાથી માત્ર એક દુકાનમાંથી ૬૭૦૦ ની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી ત્યારે આજે શક્તિ ચેમ્બર 1 અને 2 માં તસ્કરોએ ફરી હાથ અજમાવ્યો હતો.
ગઈકાલે રાત્રે મોરબીના સામાકાઠે આવેલ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં તસ્કરોએ દસ કરતા વધુ દુકાનોનાં શટર ઉચકયા હતા ત્યારે મોટાભાગની ઓફિસ ટ્રેડિંગ વ્યવસાયની હોય જેથી હજુ કેટલાની રોકડ રકમની ચોરી થઈ તે હજુ સામે આવ્યું નથી. ત્યારે દુકાનોમાં ચોરી નો પ્રયાસ થયાનું સામે આવતા જ વેપારીઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.