મોરબીમાં શિયાળુ આવતાની સાથે જ તસ્કરો જાણે એક્ટિવ થઈ ગયા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે મોરબીના પીપળી ગામમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઇ અંદાજે રૂ.નવ લાખથી વધુની ચોરી કરી હતી. જેને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ, નીતિન પાર્ક પાસે રહેતા જીતેન્દ્રકુમાર અરજણભાઇ ભેસદડીયાનું પીપળી ગામની સીમમાં શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીજ નામનું કારખાનું આવેલ છે. જેમાં તા.૦૭/૦૧/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. અને ચોર ઇસમોએ કારખાનામાં પ્રવેશ કરીને કારખાનામા રહેલ ગજાનંદ એન્જીનીયર વર્કનુ ૦૧ સ્લીટીંગ મશીન જેની કિંમત રૂ.-૮,૦૦,૦૦૦/- તથા રૂ.-૨૫,૦૦૦/-ની કિંમતની ૦૧
મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂ.-૧,૦૦,૦૦૦/- ની ૦૫ મશીનને લગાડવાની ડાઇ મળી કુલ-૯,૨૫,૦૦૦/-ના મુદામાલની ચોરી કરીને લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.