મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગેબનશાપીરની દરગાહ પાસે પાર્ક કરેલ એકટીવા મોપેડની ચોરી થયા અંગે વાહન-માલીક દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીમાં વધુ એક મોપેડની ચોરી થયા અંગે અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં મોરબીના જોન્સનગરના રહેવાસી હાલ રફાળેશ્વર ગામે રહેતા અને ખાનગી વાહનમાં ડ્રાઇવિંગ કરતા વિપુલભાઈ વિનોદભાઈ કુબાવત ઉવ.૨૯ એ વાહન ચોરી અંગેની ફરિયાદમાં જાહેર કર્યું કે, ગત તા.૧૩/૦૬ ના રોજ વહેલી સવારે વિપુલભાઈને ખાનગી ગાડીમાં ફેરો કરવા જવાનું હોય જેથી વિપુલભાઈ પોતાનું એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-પી-૪૬૫૫ જુના બસ સ્ટેન્ડ ગેબનશાપીર દરગાહ પાસે પાર્ક કરીને ગાડીમાં ગયા હતા, જ્યાંથી ૧૪/૦૬ના રોજ સાંજે પરત આવ્યા ત્યારે ઉપરોક્ત એકટીવા કોઈ ચોરી કરીને લઈ ગયું હોય, જે અંગે નિયમ મુજબ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ, એ ડિવિઝન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.